Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદના મોદજ ગામ પાસે રોંગ સાઇડે આવતી કારે રિક્ષાને ટક્કર મારતા એક મહિલાનું મોત.

Share

મહેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામે રહેતા દિપકસિંહ કાંતિભાઈ ડાભી રિક્ષા ચલાવે છે. ગતરોજ બપોરના સુમારે કુણા ગામ પાસેથી બે પેસેન્જરને પોતાની રિક્ષામા બેસાડી નેનપુર ચોકડી તરફ આવતા હતા. આ દરમિયાન મોદજ ગામની સીમમાં આંબલી પાટીયા નજીક રોંગ સાઈડે પુરપાટે આવતી કાર એ રિક્ષાના પડખે અથડાઈ હતી.

રિક્ષામાં બેઠેલા 52 વર્ષીય ભનીબેન રાવજીભાઈ પરમાર (રહે.મહેમદાવાદ) રિક્ષામાંથી ઉછળી રોડ ઉપર પડ્યા હતા. ભનીબેનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. રિક્ષા ચાલક સહિત આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઘાયલ થયેલા ભનીબેનને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોડી રાત્રે ભનીબેનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું છે. અકસ્માત સર્જી કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે રિક્ષા ચાલક દિપકસિંહ એ કાર ચાલક સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ જિલ્લા કક્ષાના 75 માં સ્વાતંત્ર્ય સંગ્રામની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર ઉજવણી, જાણો કેટલા લોકો થઈ શકશે હાજર.

ProudOfGujarat

ભરૂચ : સબજેલનાં બેરેકનાં શૌચાલયમાંથી મોબાઈલ ઝડપાયો.

ProudOfGujarat

ઝગડીયા તાલુકાના મૂલંદગામે વિદેશી દારૂનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડયો.એકટીવા પણ જપ્ત કરાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!