ફલડસેલ, મહી બેઝીન, નડિયાદ કચેરીએ સૂચિત કર્યુ છે કે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમના જળાશયમાંથી 16 કલાકે અંદાજે કુલ 4 લાખ ક્યુસેક કરતાં વધારે પાણીનો પ્રવાહ છોડવાની શક્યતા છે. જેને કારણે આજરોજ 23 ઓગસ્ટના આશરે રાત્રે 11 કલાકે વણાંકબોરી જળાશય ખાતે પાણીની સપાટી 238 ફુટ જેટલી થવાની સંભાવના છે. ભારે વરસાદને પગલે મહી નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
246 ફુટે રેડ સિગ્નલ હોય છે વણાંકબોરી જળસ્તરનું 236 ફુટે વ્હાઇટ સીગ્નલ, 242 ફુટે બ્લુ સિગ્નલ અને 246 ફુટે રેડ સિગ્નલ હોય છે. આમ વ્હાઈટ સીગ્નલમાં હોવાથી સાવચેતીના પગલા લેવાયાં છે. ફ્લડ મેમોરેન્ડમ 2022 માં જણાવ્યાં મુજબના મહી નદી કાંઠાના ગામોને જે તે સિગ્નલની લેવલની મર્યાદા મુજબ સાવચેતી માટે સ્થાનિક અને જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસતંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવશે. કડાણા ડેમમાંથી પાણી છોડેલું હોવાથી જરૂરી સાવચેતી અર્થે મહી નદીની મુલાકાત મામલદારે લીધી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ