Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ : વડતાલથી હરિદ્વાર સુધી યોજાનાર કાવડ યાત્રાનો પ્રારંભ કરાયો.

Share

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દુ ધર્મ સેનાના ઉપક્રમે વડતાલથી હરિદ્વાર સુધી યોજાનાર કાવડ યાત્રાનું વડતાલ શ્રી સ્વામીનારાયણ મંદિરથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સ્વામીનારાયણ ભગવાનના વડતાલ ધામમાં ભગવાનના આશીર્વાદથી સમરસ કાવડયાત્રામાં ઉપસ્થિત સંતો-મહંતો અને કાવડ યાત્રીઓનું સ્વાગત કરતા સી. આર, પાટીલે જણાવ્યું હતું. હતું કે, યુવા પેઢીમાં સંતો મહંતોના પ્રયત્નોથી ધર્મ ભાવના અને રાષ્ટ્ર ભાવના પ્રબળ બની છે. હિન્દુ રાષ્ટ્ર અને તેની સંસ્કૃતિના જતન માટે સરકાર કટીબધ્ધ છે. આ યાત્રામાં ગુજરાતના ૪૫૦ જેટલા વિવિધ જ્ઞાતિઓના સંતો-મહંતો સહિત દરેક તાલુકાના ૨૨૦૦ જેટલા કાવડયાત્રીઓ જોડાશે, ભારતની પ્રથમ ઐતિહાસિક સમસર કાવડયાત્રા ૨૦૨ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક શિવાલયોમાં આગામી તા.૨૭ મી ઓગસ્ટના રોજ ગંગાજળ દ્વારા જળાભિષેક દરેક જ્ઞાતિના સતો મહંતોના વરદ હસ્તે કરવામાં આવશે. આ યાત્રાની વિશેષતા એ છે કે અનેક જ્ઞાતિઓના સંતો-મહતો સહિત કાવડયાત્રાળુઓ સમગ્ર ગુજરાતમાંથી જોડાનાર છે, વડતાલ શ્રી સ્વામીનારાયણ મંદિરના આચાર્ય પ.પૂ રાકેશ પ્રકાશ સ્વામીજીએ આ યાત્રાને આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, વડતાલ ધામ હંમેશા હિન્દુ સંસ્કૃતિના વ્યાપને પ્રાધાન્ય આપીને કામ કરી રહ્યું છે. કાવડ યાત્રાના સંયોજક વિપુલભાઇ ઉપાધ્યાયે કાવડ યાત્રાનો ઉદ્દેશ અને તેના માર્ગ તથા વ્યવસ્થાની સંપૂર્ણ જાણકારી આપી હતી.

યાત્રાધામ વિકાસ બોર્ડના મંત્રી પૂર્ણેશભાઈ મોદી જણાવ્યું હતું છે. દરેક સમાજના ગાદિપતિઓ દ્વારા સંભાળવામાં આવતા ધાર્મિક સ્થાનોની કરોડો રૂપિયાના ખર્ચે સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, આણંદના સાંસદ  મિતેષભાઇ પટેલ, ગોરધનભાઈ ઝડફિયા, વિવિધ જિલ્લાના સંત સમિતિના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાવડ યાત્રાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જી-૨૦ અંતર્ગત “રન ફોર યુનિટી” ની દોડ યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ટરનેશનલ લેવલનો સિન્થેટીક આધુનિક ટ્રેક તૈયાર કરાયો.

ProudOfGujarat

“તીર્થ બચાવો, ધર્મ બચાવો”, શ્રી સમ્મેદ શિખર તીર્થને પ્રવાસન સ્થળ બનાવવા સામે મુંબઈમાં જૈન સમુદાયનું મોટું આંદોલન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!