Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : ઠાસરાના ભગવાનજીના મુવાડા ગામે દિવાલ ધરાશાયી થતાં પુત્રીનું મોત, માતા ઈજાગ્રસ્ત.

Share

ખેડા જિલ્લાના ઠાસરા પંથકના ભગવાનજીના મુવાડા ગામે દિવાલ ધરાશાયી થતાં માતા, પુત્રીને ઈજા પહોંચી હતી. 5 વર્ષિય પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું છે.

આ દિવાલનો કાટમાળ માતા-પુત્રી પર પડતા બન્ને લોકો દબાયા હતાં. સ્થાનિકોએ આ માતા-પુત્રીને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભારે પવન અને વરસાદી ઝાપટાના કારણે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં ઘટના બની હતી. ગંભીર રીતે ઘાયલ માતા તથા પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યા સારવાર દરમિયાન પાંચ વર્ષિય દિકરી પ્રિયંકા પરમારનું મૃત્યુ થયું હતું. જ્યારે માતા રમીલાબેન પરમાર સારવાર હેઠળ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર : સરદાર પટેલ હોસ્પિટલ ખાતે એફએમસી કેમિનોવા દ્વારા ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરાયો.

ProudOfGujarat

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની ખેડા જિલ્લાની મુલાકાતના સંદર્ભે ગૃહમંત્રી હર્ષ સંધવીએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી.

ProudOfGujarat

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoU ની શ્રેણીની છઠ્ઠી કડીમાં વધુ સાત MoU થયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!