Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માતમાં ચારનાં મોત.

Share

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદના રિલાયન્સ પેટ્રોલપંપ પાસે ગુરુવારની રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી કારને અસ્માત નડ્યો છે. હાઈવે પર ઊભેલા કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં કારચાલક સહિત 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજયાં છે, જેમાં બે મહિલા, એક પુરુષ, એક અઢી વર્ષની બાળકીનો સમાવેશ થાય છે.

ઘટનાની જાણ હાઈવે પેટ્રોલિંગના કર્મીઓને થતાં મહેમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ક્રેન મારફત કારને અલગ કરી કારમાં રહેલા તમામ મૃતદેહોને બહાર કાઢી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને ભરૂચ પાસે મિત્રનો અકસ્માત થતાં અન્ય મિત્ર પોતાના મિત્રોના પરિવારજનોને લઈ જતી વેળાએ મહેમદાવાદ પાસે અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

બી.એસ.એન.એલ એ કર્યો જોરદાર ધમાકો : ૯૯૯ રૂપિયામાં વર્ષનો ડેટા અને કોલિંગ ફ્રી!!!

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામના ગ્રામજનોએ વીજ સબ સ્ટેશન માટે ગૌચરની જમીન આપવનો ઠરાવ રદ કરવા કલેકટરને કરી રજૂઆત

ProudOfGujarat

ભરૂચ : જાયન્ટસ ગ્રૂપ ઓફ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!