એલ.સી.બી. પોલીસ સ્ટાફ માણસો સાથે ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે, કાજીપુર બસ સ્ટેશન નજીક આવેલ એસ્સાર પેટ્રોલ પંપની પાસે આવેલ વરંડાવાળી જગ્યામાં બહારથી લોખંડના સળીયા ભરીને આવતી ટ્રકોમાંથી ડ્રાઇવર તથા કંડકટરની સહમતીથી સળીયા મંગાવનાર માલીકની જાણ બહાર લોખંડના સળીયા કાઢી લઇ ત્યાં હાજર ઇસમને અડધા ભાવે વેચી દઇ તેઓના અંગત ફાયદા માટે તેઓના માલિક સાથે વિશ્વાસધાત કરી છેતરપીંડી કરે છે. જે માહિતી આધારે તે જગ્યાએ રેઇડ કરતા બે ટ્રકો સાથે છ ઇસમોને લોખંડના સળીયા, રોકડા તથા મોબાઇલ ફોન મળી કુલ્લે રૂ.૮૭,૩૪,૯૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન પકડાયેલ આરોપીઓ પોતાના આર્થિક લાભ માટે પોતાની ટ્રકમાં ભરેલ લોખંડના સળીયામાંથી અમુક સળીયા મુળ કિંમતથી અડધી કિંમતે ગૌતમભાઇ રાજપુરોહિત મુળ રહે.રાજસ્થાન નાઓને વેચી આર્થિક લાભ મેળવતા હોવાની હકીકત જણાઇ આવેલ છે.
ધરપકડ કરાયેલ આરોપીઓ (૧) સોહનસિંગ સન/ઓ હેમસિંગ લાલસિંગ રાવત ઉ.વ.૨૪ રહે,ભીલવાડા રાજસ્થાન (૨) નંદકિશોરસિંહ સન/ઓ જયોતસિંહ વિરદસિંહ રાવત ઉ.વ.૨૬ રહે.રાજસ્મદ રાજસ્થાન (૩) શ્યામસીંગ સન/ઓ શ્રવણસીંગ લાલસીંગ રાવત ઉ.વ.૨૪ રહે.ભીલવાડા રાજસ્થાન (૪) જગરામ સન/ઓ નારણારામ દોલારામ જાટ ઉં.વ.૨૩ રહે.બાડમેર રાજસ્થાન (૫) અચલારામ સનાઓ માલારામ નવલારામ (બેનીવાલ) જાટ ઉ.વ.૨૩ રહે.બાડમેર રાજસ્થાન(૬) ઓમપ્રકાશ સન/ઓ મદારામ તેજારામ જાટ ઉ.વ.૨૧ રહે. બાડમેર રાજસ્થાન નાઓ સ્થળ પરથી પકડાઇ ગયેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ