ધી નડિયાદ એજયુકેશન સોસાયટી સંચાલિત જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સ, નડિયાદ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ તથા હર ઘર ત્રિરંગા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ટ્રાય કલર રંગોળી સ્પર્ધાનું આયોજન સમગ્ર જે. એન્ડ જે. કોલેજ તથા કેમેસ્ટ્રી સ્ટડી સર્કલ ધ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૪૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકોએ કી હેન્ડ, ટપકાં રંગોળી, કોલમ રંગોળી, ભાતીગળ અને ટ્રિએટીવ રંગોળી ટેકનીકનો ઉપયોગ કરીને દેશ પ્રત્યે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે વીર શહીદોના બલીદાન, દેશપ્રેમ, દેશભકતો, દેશના ભવ્ય સ્મારકો, દેશ પ્રત્યેનું સમર્પણ જેવા વિષયો પર આકર્ષક રંગોળી બનાવીને પોતાની કલાની ઓળખ આપી હતી.
આ સ્પર્ધામાં સ્પર્ધકોએ કેસરી, સફેદ, લીલો જેવા રાષ્ટ્રધ્વજ ના રંગોને કેન્દ્ર સ્થાને રાખી તથા વિવિધ પ્રકારના ધાન્યો, કઠોળ, ફુલો વગેરેનો ઉપયોગ કરીને ખાસ અને વિશેષ બનાવી હતી. આ સ્પર્ધાનું સફળતાપૂર્વક સંચાલન ઈવેન્ટ કો.ઓર્ડિનેટર તરીકે રસાયણશાસ્ત્ર વિભાગના એસોસીએટ પ્રો. ર્ડા. શિલ્પાબેન પંડયા તથા આસી. પ્રો. રક્ષિત પટેલ ધ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હિતેશભાઈ બ્રહમભટટ પ્રા. શાળા વાલ્લા ખાસ ઉપસ્થિત રહયાં હતાં. સ્પર્ધામાં પ્રથમ ક્રમે સક્પાલ પ્રાચી, ધ્વિતીય કુમે પરમાર બ્રિજેશ, તૃતીય કુમે શાહ મનાલી, ચોથા કુમે ઝાલા હેપ્પી અને પાંચમા ક્રમે પારેખ ફ઼િષ્ના અને પ્રસાદ કોમલ આવેલ છે તે બદલ કોલેજના આચાર્ય ડૉ. એ.એમ.પટેલ સાહેબ, રસાયણ શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ર્ડા. એમ.ટી.મછાર, કેમેસ્ટ્રી સર્કલના કન્વીનર ર્ડા. એસ.બી. દલીચા તથા તથા ઓફિસ સપુિ. એચ. એમ. પારેખે સર્વ વિજેતાઓને કોલેજ પરિવાર વતી શુભેચ્છા પાઠવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ