Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ શહેરમાં સી.આર.સન્સ પેટ્રોલ પંપમાં થયેલ ચોરીનો આરોપી ઝડપાયો.

Share

તાજેતરમાં સી.આર.સન્સ પેટ્રોલ પંપમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીને શોધી કાઢવા સુચના હેઠળ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ચૈાહાણ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સબ.ઇન્સ વી.એ.શાહ તથા સ્ટાફના માણસોએ સદર ગુનાના સી.સી.ટી.વી ફુટેજ મેળવી ફુટેજમાં દેખાતા ઇસમને અંગત બાતમીદારોને બતાવી આરોપીને શોધવા પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી મળેલ કે સી.આર.સન્સ પેટ્રોલપંપ માંથી રોકડ રૂપિયાની ચોરી કરનાર રોહિત જશુભાઈ તળપદા રહે. નડિયાદ મીલ રોડ માહિતી ભવન સામે ખાડ વાધરીવાસમાં નડિયાદ ખેડા. નાઓ મીલ રોડ માહિતી ભવન પાસે આવનાર છે.

બાતમી આધારે ઇસમને માહિતી ભવન પાસેથી પકડી ઉપરોકત ગુના સબંધે પુછપરછ કરતા આજથી ૩ દિવસ પહેલા સી.આર.સન્સ પેટ્રોલપંપની કેસ કાઉન્ટર ઓફીસની બારીનો કાચ તોડી બારીમાંથી ઓફિસમાં પ્રવેશ કરી ટેબલના ખાનાનું લોક તોડી ખાનામાં મુકેલ રોકડ ૧ લાખ ૯૪ હજાર ની ચોરી કરેલાની કબુલાત કરતો હોય. જેથી આરોપી પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ રોકડ ૧ લાખ ૬૫ હજાર મુદ્દામાલ રીકવર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

રાતનપોર પાસે રમણીય વિસ્તાર માં આવેલા બાવાગોર દરગાહ નો ચસ્મો વધાવવામાં આવ્યો દરગાહ ના પહાડ પર ભવ્ય મેળો ભરાયો.

ProudOfGujarat

ઇરફાન અને યુસુફ પઠાણે કર્યું મતદાન, જય શાહે ટ્વીટ કરી જનતાને કહ્યું, મતદાન આપણો અધિકાર

ProudOfGujarat

સુરતના સરથાણા વિસ્તારમાં ધોળા દિવસે મોપેડની ચોરી કરી ઈસમ ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!