Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : શ્રી સંતરામ વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ.

Share

શ્રી સંતરામ વિદ્યાલયમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન તેમજ પવિત્ર પ્રેમના પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિદ્યાલયની તમામ બહેનોએ ભાઈઓને તિલક કરી રાખડી બાંધી અને મીઠાઈ સ્વરૂપે સાકર ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું. ભાઇઓએ પણ બહેનોને પોતાની યથાશક્તિ પ્રમાણે ભેટ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને તહેવારનું મહત્વ પણ સમજાવવામા આવ્યું હતું. વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓએ હર્ષ અને ઉલ્લાસ સાથે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે શ્રી સંતરામ કેળવણી મંડળના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજે તથા મંત્રીશ્રી નિર્ગુણદાસ મહારાજે શ્રી સંતરામ દિવ્ય અખંડ જ્યોતિના આશિષ પાઠવ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

માંગરોળ, ઉમરપાડામાં કોંગ્રેસ આગેવાનોએ કેન્દ્રની અગ્નિપથ ભરતી યોજનાનો પ્રબળ વિરોધ કર્યો.

ProudOfGujarat

ગોધરામાં ઓનલાઈન શોપિંગનાં બહાને પૈસા ખંખેરતા શખ્સની ધરપકડ.

ProudOfGujarat

હાલોલ : ગ્રામ્ય પોલીસ મથકના પી.એસ.આઈ એ કેનાલમાં પડેલા કિશોરનો જીવ બચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!