ચરોતરમાં આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વને લઇને પોતાના ભાઇને રાખડી બાંધવા માટે જતા બહેનો તેમજ તીર્થસ્થળોએ દર્શન માટે જતા તેમજ અન્ય મુસાફરોને ધ્યાને લઇને નડિયાદ ડિવીઝન દ્વારા તમામ ૧૧ ડેપોમાંથી મુસાફરોની માંગ અને ધસારાને ધ્યાને લઇને સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ડાકોર, પાવાગઢ, અંબાજી સહિત સૌરાષ્ટ્રના વધુ એસટી રૂટો દોડાવવાનુ આયોજન કરાયું છે.
ખેડા જિલ્લામા શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ ધાર્મિક તહેવારોની સિઝન શરૂ થઇ છે. જેમા રક્ષાબંધન, જન્માષ્ટમી, પારણા નોમ સહિતના તહેવારો ટાણે સ્થાનિક તેમજ અન્ય જિલ્લાના મુસાફરોને એસટી બસની સુવિદ્યા ઉપલબ્ધ બની રહે તે માટે નડિયાદ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળના આણંદ, નડિયાદ, પેટલાદ, ખંભાત, બોરસદ, માતર, ઠાસરા, ડાકોર, કપડવંજ, ડાકોર, ખેડા ડેપોમાંથી સુરત, અમદાવાદ, વડોદરા, દાહોદ, રાજકોટ, ડાકોર, પાવાગઢ, અંબાજી, શંખલપુર બહુચરાજી, સોમનાથ, દ્વારકા, ભાવનગર, જુનાગઢ સહિતના સ્થળોએ મુસાફરોને સુવિઘા વર્તાઇ રહે તે માટે વધારાના એસટી રૂટો દોડાવાશે.
નરેશ ગનવાણી : નડિયાદ