ભારતના 75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શરૂ થઈ રહી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ તેમજ ‘હર ઘર તિરંગા’ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ જ હેતુથી નડિયાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સી. બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં સાંસ્કૃતિક સમિતિ દ્વારા તારીખ 5/ 8 /2022 ના રોજ તેમજ તારીખ 8 /8 /2022 ના રોજ નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તેમજ એકપાત્રિય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
“આજના યુવાનો માટે આઝાદીની સાર્થકતા” વિષય પર નિબંધ સ્પર્ધામાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો .તો એની સાથે જ “આનબાન શાન નું પ્રતિક રાષ્ટ્રધ્વજ તિરંગો” વિષય પર વકતૃત્વ સ્પર્ધા અને આ જ રાષ્ટ્રધ્વજ ની રક્ષા કરનાર વિવિધ ક્રાંતિકારીઓ, રાજનેતાઓ તેમજ ઐતિહાસિક પાત્રોના અભિનય દ્વારા એક પાત્રિય અભિનય સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી.ત્રણેય સ્પર્ધામાં કુલ ૭૫ સ્પર્ધક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સી. બી. પટેલ આર્ટસ કોલેજના આચાર્યના માર્ગદર્શનમાં આ ત્રણેય સ્પર્ધા ખૂબ સાર્થક રીતે આયોજિત કરવામાં આવી અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજના સન્માનની માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યના માર્ગદર્શન દ્વારા સાંસ્કૃતિક કમિટીના સભ્યો ડૉ. સુરજબેન વસાવા, ડૉ. ભારતીબેન પટેલ,ડૉ. અર્પિતાબેન ચાવડા અને ડૉ.કલ્પનાબેન ભટ્ટ દ્વારા સફળ રીતે થયું હતું. નિર્ણાયક ગણોએ પ્રામાણિક રીતે નિર્ણય આપી નિબંધ સ્પર્ધામાં 3 સેમેસ્ટર ના કુલ 9 વિદ્યાર્થીઓને, વક્તૃત્વ સ્પર્ધામાં ૦૩ વિજેતાઓ તેમજ એક પાત્રીય અભિનયમાં ૦૩ વિજેતાઓના નામ જાહેર કરી વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધાર્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ