નડિયાદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝભલામાં સામાન વેચતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ છે. કાર્યવાહીના ભાગરૂપે ઝડપાયેલા વેપારીઓ સામે કોર્ટ રાહે ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ ઇચા. સેનેટરી ઇન્સપેક્ટર મયંક દેસાઈએ જણાવ્યું હતું. જુલાઈ માસથી સરકાર દ્વારા પ્લાસ્ટિક પર રોક લગાવવામાં આવી છે.
નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરતા સંતરામ રોડ પર આવેલ 30 થી વધુ દુકાનો અને લારીઓમાં અચાનક ચેકિંગ કર્યું હતું. જે ચેકીંગ દરમિયાન 70 કિલો ઝભલા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે ખુલ્લામાં કચરાનો નિકાલ કરતા 3 ને ઝડપ્યા હતા. તમામ પાસેથી કુલ રૂ.10 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.
Advertisement
નરેશ ગનવાણી : નડિયાદ