Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળાની સમીક્ષા બેઠક યોજાઇ.

Share

આગામી તા.૨૫/૦૨/૨૦૨૨ ના રોજ નડિયાદ મુકામે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવા આવ્યું છે. આ અંગેની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ તમામ વિભાગો દ્વારા આપવામાં આવતી સહાયની તલસ્પર્શી માહિતી મેળવી હતી તેમજ તેના વિતરણ, લાભાર્થીઓની યાદી, આપવા પાત્ર લાભની વિગતો, લાભાર્થીઓની સંખ્યા જેવી તમામ બાબતોની વિસ્તૃત માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામે સરકાર તરફથી મફત અનાજ વિતરણનો લાભ લેવા રેશનકાર્ડ ધારકો અનાજ લેવા ઉમટ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ફરી એકવાર મહાવીર ટર્નિગ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

સ્વચ્છતા હી સેવા – ફ્રી ઇન્ડિયાની થીમ સાથે વાલિયાની જામણીયા શાળામાં નિબંધ, સફાઈ ચિત્ર સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!