અમદાવાદમાં રહેતા શાંતિલાલ તળશીભાઈ જાદવ ગતરોજ રાત્રિના સમયે પોતાની ઈકો કાર લઈને એક્સપ્રેસ હાઈવે પરથી આણંદથી અમદાવાદ તરફ જતા હતા. આ દરમિયાન અરેરા ગામની સીમમાં એકાએક ગાડીનું પાછળનું ટાયર ફાટી ગયું હતું. કારચાલક શાંતિલાલે એક્સપ્રેસ હાઈવેની હેલ્પલાઇન પર મદદ માંગી હતી, પરંતુ લાબો સમય થવા છતાં કોઈ મદદ આવ્યું નહોતું.
થોડીવારમાં અમદાવાદ તરફથી આવતી ઇકો કાર એ શાંતિલાલે હાથ કરતા આ કાર રોડની સાઈડમાં ઊભી રહી હતી. હજુ તો શાંતિલાલ અને કાર ચાલક બન્ને વાત કરે છે ત્યા પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે ઉપરોક્ત ઈકો કારને પાછળથી ટક્કર મારી હતી. આથી મદદ માગનાર શાંતિલાલભાઈ તથા ઇકો કાર ચાલક આમીર સિકંદરભાઈ વ્હોરા બન્ને ફંગોળાઈને રોડ ઉપર પડ્યા હતા. કારચાલક આમિર વ્હોરાનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે શાંતિલાલને ઇજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ