કેન્દ્રીય સંચાર રાજયમંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ટ્રેનો પુનઃ શરૂ કરવા અંગે પેસેન્જરોની લાગણી અને માંગણીને સરકારમાં ઉચ્ચ કક્ષાએ સતત રજુઆત અને પ્રયત્નોને પગલે રેલ્વેતંત્રનો પ્રજાલક્ષી પ્રતિસાદ
ખેડા- આણંદ જિલ્લાના નડિયાદ,આણંદ જિલ્લાના જંકશન સ્ટેશન ઉપરાંત અન્ય સ્ટેશન પરથી નોકરી અર્થે કે અભ્યાસ માટે અમદાવાદથી વડોદરા સુધી રોજીંદુ અપડાઉન કરતા મુસાફરો માટે ઉપયોગી અને આશીર્વાદરૂપ બની રહે તેવી મેમુ અને પેસેન્જર ટ્રેનો રાબેતા મુજબ પુનઃ શરૂ કરાઇ નહોતી.જેથી આ ટ્રેનોનો લાભ લેતા મુસાફરોને પારાવાર મુશ્કેલી પડતી હતી.
આ મુસાફરો સહિત આમ જનતાએ ખેડાના સંસદ સભ્ય અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણને મેમુ અને પેસેન્જર ટ્રેન પુનઃ શરુ કરવા રજૂઆતો કરી હતી. સામાન્ય મુસાફર જનતાને આ ટ્રેનોને અભાવે પડતી મુશ્કેલીઓ અને રજુઆત બાબતે મંત્રી દેવુસિંહ ચૌહાણે કેન્દ્રીય રેલવે મંત્રાલય સહિત સંબધિત અધિકારીઓને રજુઆત સહિત સતત પ્રયત્નો કરતા રેલવે સતાવાળાઓએ સાનુકૂળ પ્રતિસાદ આપી આ ટ્રેનો પૂનઃ શરૂ કરવા નિર્ણય કર્યો છે.જેના પગલે આગામી સપ્તાહથી જ વડોદરા ડિવિઝનની મેમુ અને પેસેન્જર્સ ટ્રેનનો મુસાફરોને લાભ મળતો થઈ જશે.
નરેશ ગનવાણી : નડિયાદ