મહેમદાવાદમાં મામલતદાર તરીકે ફરજ બજાવનાર કાનન ઉષાકાંત શાહ અને સમીરખાન જફરુલ્લાખાન પઠાણ કોમ્પ્યુટર ઓપરેટર બન્નેએ સાથે મળીને વર્ષ 2013 ની સાલમાં ફરિયાદી નજીરમિયા નીવાઝ મિયાં મલેકની ફરિયાદના આધારે ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે સર્વે નં.918 જમીન વેચાણ દસ્તાવેજમાં નકલ પ્રમાણિત કરાવવા માટે મામલતદાર વર્ગ-2 ના અધિકારી કાનન શાહે પોતાના અંગત ઉપયોગ માટે રૂ.15,000/- લાંચની માંગણી કરેલ હોય જે મુજબની ફરિયાદ કોર્ટમાં ચાલી જતાં 5 સાહેદોની જુબાની અને 33 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી સરકારી વકીલ ગોપાલ વી.ઠાકુરે કેસ ચલાવેલ આ કેસમાં નડિયાદના જજ પી.એસ દવેએ બંને આરોપીઓ લાંચ રૂશ્વત પ્રતિબંધક ધારા હેઠળ ચાર વર્ષની સખત કેદની સજા અને રૂ.30 હજારના દંડની જોગવાઈ કરેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement