Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ નગરપાલિકાના સભાખંડમાં સામાન્યસભા યોજાઈ.

Share

નડિયાદ નગરપાલિકાના સભાખંડમાં શનિવારે બપોરે ૧૨ કલાકે પ્રમુખ રંજનબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને સામાન્યસભા યોજાઈ હતી. સભામાં પ્રમુખે એજન્ડાના વિવિધ વિકાસના ૧ થી ૧૪ કામો રજૂ કરીને તુરંત સભા પૂર્ણ જાહેર કરી દેતાં સૌ ઉપસ્થિત સભ્યો પણ આશ્ચયમા પામી ગયા હતા. આ ઉપરાંત વિરોધપક્ષના સભ્ય માજીદખાન પઠાણ, ગોકુલ શાહા એ ગટર, પાણી, રસ્તા, સ્ટ્રીટલાઇટ સહિત વિકાસના કામો નહીં થવાથી નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

નડિયાદ નગરપાલીકા વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન ઘણી બધી જગ્યાએ રસ્તા બનાવેલા હતા. પરંતુ ચોમાસાના બે-ત્રણ વરસાદમાં જ રોડ સંપુર્ણપણે ધોવાઇ ગયેલા છે, જેથી આબાબતે કોન્ટ્રાકટરોને નોટીસ આપવા વિકલ્પે બ્લેકલીસ્ટ કરવા અને આ રોડ સમયમર્યાદામાં હોઈ ફરીથી કોન્ટ્રાકટરોને રોડ બનાવવા તેવી રજૂઆત ઇન્ચાર્જ ચીફઓફિસરને પણ કરવામાં આવી હતી. ચીફઓફિસર. પાલિકાના સદસ્યો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે ખેડૂતો માટે નિદર્શન તાલીમ શિબિર યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર : ડીજીવીસીએલ અને સબ સ્ટેશનમાં રોજગારી માટે ૨૦૦૦ એપ્રેન્ટિસોએ પરીક્ષા આપ્યા બાદ પેપર લીક : એચ.આર. વિભાગ દ્વારા મિલીભગત થઇ હોવાની ભીતિ.

ProudOfGujarat

ભરૂચ:રથયાત્રા પર થયેલ પથ્થરમારા અંગે ૮ ઈસમોની ધરપકડ કરતી ભરૂચ પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!