Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ટપાલ વિભાગ દ્વારા રક્ષાબંધનને અનુલક્ષી વોટરપ્રૂફ રાખી કવરનુ વેચાણ.

Share

ભારતીય ટપાલ વિભાગ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ વોટરપ્રૂફ રાખી કવરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા સદર વિશેષ વોટરપ્રૂફ રાખી કવર વિષે માહિતી આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડા પોસ્ટ વિભાગના હર્ષદભાઈ સી. પરમાર દ્વારા માહિતી આપવામાં આવી. તેમણે જણાવ્યુ કે રક્ષાબંધનનુ આ વોટરપ્રૂફ કવર ખેડા ડીવીજનની દરેક પોસ્ટ ઓફિસમાંથી મેળવી શકાશે અને આ વિશેષ કવરની કિંમત ફક્ત રૂપિયા ૧૦ છે. વધુમા પોસ્ટ અધિક્ષકએ આ વોટરપુફ કવરનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરી. તદુપરાંત તેમણે જણાવ્યુ કે ઈન્ટરનેશનલ ટ્રેક પેકેટ સર્વિસ અને સ્પીડ પોસ્ટ સર્વિસ દ્વારા બેહેનો વિદેશમાં પણ સમયસર અને સલામત રીતે રાખડી મોકલી શકશે.

Advertisement

જેમાં ખેડા પોસ્ટ વિભાગના અધિક્ષક હર્ષદભાઈ સી. પરમાર, નડિયાદ પોસ્ટ ઓફિસના સીનીયર પોસ્ટમાસ્ટર અર્જુનભાઈ એચ. ચાવડા તેમજ મૈત્રી સંસ્થાના સંચાલક મેહુલભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. વધુ એક સરાહનીય કામ તરીકે નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા નિર્માણ કરવામાં આવેલ રાખડી વેચવા માટે પ્લેટફોર્મ આપવામાં આવેલ છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ શહેર-જિલ્લામાં લોકડાઉનનાં ચોથા તબક્કામાં કામ ધંધાને છૂટ આપી દેવામાં આવતા અને રીક્ષા સહિતનાં વાહનોને છૂટ મળતા શહેરનું જનજીવન સામાન્ય થઈ ગયું હતું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નેશનલ યુથ એવોર્ડ માટે નોમિનેશન નોંધાવા 15 થી 29 વર્ષનાં યુવાઓ અને સેવાભાવી સંસ્થાઓ 26 મી જૂન સુધી અરજી કરી શકશે.

ProudOfGujarat

વડોદરાના ઘી કાંટા રોડ પર ઈલેકટ્રિકની દુકાનમાં ચોરી થતાં પોલીસે ફરિયાદ નોંધવાની ના પાડતા અનેક સવાલો સર્જાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!