Proud of Gujarat
GujaratFeaturedINDIA

૧૩ મોટર સાયકલોની ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી.નડીયાદ પોલીસ.

Share

એલસીબી ને મળેલ બાતમી આધારે ખેડા ચોકડી પાસેથી એક શકમંદ ઇસમ નામે સંદિપસિંહ ઉર્ફે લાલો ગોપાલસિંહ ઝાલા રહે. હાલ વાસણા બુજર્ગ, વાડીવાળો વિસ્તાર, જી. ખેડા મુળ રહે. સીહોલ, રામજીમંદિર સામે વાટાવાસ, જી. અમદાવાદ નાઓને એક નંબર વગરની હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલની સાથે ઝડપી પાડી સદર ઇસમને પોતાની પાસેની મોટરસાયકલ ના જરૂરી દસ્તાવેજી પુરાવા માગતા કોઇ સંતોષકારક હકિકત જણાઇ નહિ આવતા નંબર વગરની મોટરસાયકલ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઇસમને પકડી અટક કરેલ, અગાઉ વાહનચોરીના ગુનામાં પકડાયેલ હોય તેની પુછપરછ દરમ્યાન તેણે આ મોટર સાયકલ આજથી આશરે સાતેક દિવસ પહેલા નડીયાદ સંતરામ મંદિરપાસેથી ચોરી કરી હતી.

તપાસ કરતાં નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશને ૩૭૯ મુજબનો વાહનચોરીનો ગુનો રજીસ્ટર થયેલ હતો. ઇસમની વધુ પૂછપરછ કરતા તેણે આજથી આશરે છએક મહીનાની અંદર બીજી કુલ ૧૨ મોટર સાયકલની ચોરી કરેલાનો ઘટસ્ફોટ કરતા ઉપરોક્ત મોટરસાયકલ સિવાય ૧૨ મોટરસાયકલ જેની કુ.રૂ. ૨,૬૦,૦૦૦/- ના ચોરી અગર છળકપટથી મેળવેલ હોય જે વાહનો તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભાવનગર જીલ્લાની ઉમરાળા તાલુકા પંચાયત માં કોગ્રેસ યથાવત

ProudOfGujarat

શ્વાન માટે અનોખી સેવા : ભરૂચના યુવાનોએ શહેરના તમામ શ્વાનને દત્તક લેવાનો કર્યો નિર્ણય.

ProudOfGujarat

નડિયાદના દિવાળી પોળમાં ચંદ્રયાન-૩ ની થીમ ઉપર માતાજીનું સ્થાનક બનાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!