ખેડા ધોળકા રોડ રસિકપુરા ગામની સીમમાં ટાંચણ કરેલ ટ્રક પાછી પડતા ક્લીનર બે ટ્રક વચ્ચે આવી જતાં ગુપ્ત ભાગે તથા કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ક્લીનરનું અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ હતું.
મધ્યપ્રદેશના નવાપુરા ખાતે કમરૂદ્દીન વલી મહંમદ મન્સૂરી રહે છે. તેમનો દીકરો દરવેશ કૌટુંબિક કાકા સોક્તખા ચાંદખા (પીંજારા) ના દીકરા યુનુસની ટ્રક ઉપર કંડક્ટરી કરતો હતો. યુનુસ સોક્તખાનની ટ્રક બંધ પડી જતાં બીજી ટ્રકથી ટાંચણ કરી ધક્કો મારતા હતા. દરમિયાન દરવેશ બંને ટ્રકની વચ્ચે હતો. આ વખતે યુનુસની ટ્રક પાછી પડતા યુનુશે બ્રેક ન મારતા દરવેશને કમરના ભાગે તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા દરવેશને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે કમરૂદ્દીન મન્સુરીની ફરિયાદના આધારે ખેડા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ