Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ કપડવંજ મોડાસા રોડ પર ટ્રક ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો.

Share

નડિયાદ કપડવંજ મોડાસા રોડ પર સોનીપુરા રેલવે ફાટક પાસે આગળ જતી ટ્રકની ઓવરટેક કરવા જતાં પોતાનું ટ્રેલર બમ્પ પર પછડાતા કંડકટર સાઈડનું બારણું ખુલી જતા ક્લીનર રોડ પર પટકાયો હતો. જ્યાં તેની પર ટ્રેલરનું પાછળનું વ્હીલ ફરી વળતાં ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

રાજસ્થાનના વિનોદસિંગ કૈલાશ સિંગ રાવત વિશાલસિંગ રાજપુરોહિત તેઓ પોતાની ટ્રક ક્લીનર જીતેન્દ્રસિંગ બન્ના સિંગ રાવત ફરીદાબાદથી સિમેન્ટના પતરા ટ્રેલરમાં ભરૂચના દહેજ ખાતે જવા નીકળ્યા હતા. દરમિયાન રાત્રિના સમયે તેઓ પોતાનું ટ્રેલર લઇ કપડવંજ મોડાસા રોડ રેલવે ફાટક પાસેથી આગળ જતી ટ્રકની ઓવરટેક કરવા જતા ટ્રક બમ્પર પર પછડાતા ક્લીનર સાઈડનો દરવાજો ખુલી જતાં ક્લીનર જીતેન્દ્રસિંગ રોડ પર પટકાતા તેની પર ટ્રકનું વ્હીલ ફરી વળતાં જીતેન્દ્રસિંગનુ ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ સબજેલ માં નયન ઉર્ફે બોબડો ધોવાયો: કેદીઑ વચ્ચે મારામારી માં થયો બોબડા પર હુમલો,પોલીસે વધુ તપાસ હાથધરી

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના ઝંધાર ગામના શુટરે વડોદરા જીલ્લા કક્ષાએ પીપ સાઇડ વેપન ફાયર આર્મમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

ProudOfGujarat

રાજપારડી ખાતે ખુલ્લા પ્લોટમાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!