Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : જિલ્લા કલેટરના અધ્યક્ષસ્થાને મતદાર સાક્ષરતા જાગૃતિ અંગે બેઠક યોજાઈ.

Share

આ બેઠકમાં શાળાઓમાં EVM-VVPAT અને ચૂંટણી કામગીરીને લગતા પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવી, ધોરણ-૮ થી ૧૨ ની મતદાર સાક્ષરતા અંગેના પુસ્તકોના વર્ગો યોજવા અને વિદ્યાર્થીઓને તે અંગેનું શિક્ષણ આપવા, વોટર અવરનેસ ફોરમ (VAF) ખાતે કાર્ય કરતાં કારીગરો માટે મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન, ગ્રામ પંચાયત / દૂધ સેવા સહકારી મંડળી / બસ સ્ટેશન વિગેરે જાહેર સ્થળો ખાતે પોસ્ટર -બેનર લાગવવી નવા નામ નોંધણી માટે લાયકાતની તારીખ-૦૧/૧૦/૨૦૨૨ સુધારો કરેલ છે તેવો મહત્તમ પ્રસાર પ્રચાર, મતદાર નોંધણી અધિકારીઓએ કોલેજના કેમ્પસ એમ્બેસેડરની નિયુક્તિ બાદ તેઓને સક્રિય કરવા, કોલેજ / યુનિવર્સિટી કક્ષાએ મતદાર નોંધણી માટેના ખાસ કેમ્પનું આયોજન કરવા, મતદાર નોંધણી માટે ઓનલાઈન પ્લેટફોર્મ જેવા કે NVSP વેબસાઈટ, Voter Portal વેબસાઈટ, VHA App વિશે જનજાગૃતિ માટે પ્રયત્નો કરવા જેવી બાબતોની માહિતી આપવામાં આવી હતી.

કલેકટર એ મતદાર યાદીમાં આવેલા નવા સુધારાઓ, મતદાર સંદર્ભમાં લિંગ-ભેદ ઘટાડવા, મતદાર અને આધાર કાર્ડ લિંકિંગ, હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના કર્મવીરોની શૌર્ય ગાથાઓનો પ્રચાર પ્રસાર, અને ભારતના ચૂંટણી પંચ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે તેમણે ભારતીય ચૂંટણી પંચની સચોટ અને પારદર્શી કામગીરીની પ્રસંશા કરી હતી. તેમણે હાજર તમામ અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના વડાઓને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી સમજીને મતદાન કામગીરીમાં મદદ કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એસ.એલ.રાઠોડ, જિલ્લા શિક્ષણ અધિકારી શિલ્પાબેન, વિવિધ આઈ.ટી.આઈ, શાળા અને કોલેજના અધિકારીઓ, વિદ્યાર્થી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

આજે અંગારિકા સંકષ્ટ ચતુર્થી : ભરૂચના મકતમપુર ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે વિધ્નહર્તાના લોકોએ દર્શન કર્યા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં બીટીપી કાર્યકરોના ભાજપા જોડાણથી રાજકારણમાં ગરમાવો જાણો વધુ

ProudOfGujarat

ભરૂચનાં પ્રિતમ નગર પાસે આવેલ રચના પાર્ક સોસાયટીના એક મકાનમાં આગથી દોડધામ, ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!