કેન્દ્ર સરકાર દ્વારા સિંધી ભાષાને પ્રોત્સાહન મળે તે હેતુથી કપડવંજ શહેરની શારદા મંદિર સ્કૂલ ખાતે કપડવંજ સિંધી પંચાયત દ્વારા એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંધી ભાષા લુપ્ત થઈ રહી છે ત્યારે બાળકો સિંધી ભાષા શીખે તે હેતુથી 3 પરીક્ષા હોય છે જેમાંની એક પરીક્ષા આજે યોજાઈ ગઈ આ પરીક્ષામાં કુલ ૨૭ સિંધી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સતત 26 વર્ષથી કપડવંજની સિંધી પંચાયતના પ્રમુખ તરીકે રહેલા ચેતનદાસ લખવાણી અને સેક્રેટરી હરીશભાઇ સવનાની એ પરીક્ષાની શરૂઆતમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.
સિંધી સમાજના અગ્રણી કિશોરભાઈ વણજાણી એ પરીક્ષામાં પ્રથમ પાંચ આવનારને પ્રોત્સાહન ઇનામ આપવાની જાહેરાત કરી હતી. પરીક્ષા લેવામાં વડોદરા અને કઠલાલના શિક્ષકની હાજરી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણી દિલીપભાઈ મેઘાણી, મનુભાઈ પમનાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિંધી સમાજના અગ્રણીઓ અનેક જ્ઞાતીના લોકોના સાથ સહકારથી સિંધી ભાષાના ક્લાસો પણ ચાલુ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી અને તેનો અમલ થાય તે માટે પ્રયત્નશીલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ