Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદમાં ખેડા જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઇ.

Share

ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે ઓલ ઇન્ડીયા કોંગ્રેસ સમિતીના સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુની હાજરીમાં અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કારોબારીની બેઠક મળી હતી.

આ પ્રસંગે ઉષાબેન નાયડુએ જણાવ્યું હતુ કે, ગત વખત માત્ર થોડા માટે સત્તા મેળવવાથી ચુકી ગયા હતા. જેની ખોટ આ વખતે પુરી કરવાની છે.
કાર્યકરોએ બુથ લેવલ સુધી જઇને કામ કરવામાં આવે તો ચોકકસ કોંગ્રેસની સરકાર બને તેમ છે. જ્યારે આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી બે મહિના કોંગ્રેસના તમામ કાર્યકરોએ કામે લાગી જવાની જરૂર છે.

આ બેઠકમાં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ માલસિંહ રાઠોડ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ બિમલભાઇ શાહ, જિલ્લાના ત્રણેય ધારાસભ્ય ઇન્દ્રજીત પરમાર, કાંતીભાઇ પરમાર અને કાળુસિંહ ડાભી સહિત અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવિનભાઇ ભાવસારે કર્યું હતુ. કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, ગોકુલ શાહ સહિત ઐયુબખાન પઠાણ પણ હાજર રહ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા ના અધ્યક્ષ ડો.દિપીકા બેન સરડવાની નર્મદા જિલ્લાની મુલાકાત.

ProudOfGujarat

શહેરા તાલુકાના અણિયાદ ગામે આવેલી નર્સિગ કોલજની વિદ્યાર્થીનીનો ગળે ફાંસો ખાઇ આપઘાત

ProudOfGujarat

ઝઘડીયાના રૂંઢ ગામે દિપડાએ વાછરડા પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!