Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી. નડીયાદ પોલીસ.

Share

એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે માતર-ખેડા ખોડીયાર ચોકડી બ્રિજ નીચે કૌશીકભાઇ ઉર્ફે કવલો મનુભાઇ ચાવડા રહે.દાવોલ,વાણીયાપુરા, તા.બોરસદ જી.આણંદ નાઓને એક બજાજ પ્લસર. જેનો રજી નં. લખેલ નથી જેની કિંમત રૂ. ૪૫,૦૦૦/- ની સાથે ઝડપી પાડી સદરહું બાબતે જરૂરી પુરાવા માંગતા તેની પાસે નહી હોવાનુ જણાવી ગલ્લા તલ્લા કરતો હોય જેથી સદર મો.સા શંકાસ્પદ જણાઇ આવતા ઇસમને પકડી અટક કરેલ છે.

પકડાયેલ ઇસમની પુછપરછ દરમ્યાન આ પકડાયેલ મો.સા. આજથી આશરે ચાર- પાંચ દિવસ પહેલા આંકલાવ પો.સ્ટે હદ વિસ્તારમાંથી ચોરી થયેલાની હકીકત જણાતા ખરાઇ કરતા સદર મો.સા. આણંદ જીલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશન કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરાયેલ હોવાનું જણાઇ આવેલ છે આમ, એલ.સી.બી. નડીયાદ દ્વારા વાહન ચોરીનો ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરામાં વૃદ્ધને ગાયે ભેટી મારતા થાપામા ફેક્ચર : પશુ માલિક વિરુદ્ધ નોંધાયો ગુનો.

ProudOfGujarat

આજે પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધન પર્વ નિમિત્તે ઘણીબધી બહેનોમા કહિ ખુશી કહી ગમ છવાઈ જવા પામ્યો હતો

ProudOfGujarat

રાજપીપળા : દિવાળી આવતા બજારોમાં તેજી થતાં વેપારી અને ટેલરોમાં ખુશીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!