Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડાકોર નજીક રખિયાલ -કાલસર રોડ પર અકસ્માત સર્જાતા દાદી-પૌત્રીને ગંભીર ઇજાઓ થતાં બંનેનું ઘટના સ્થળે મોત.

Share

આણંદના બેડવાથી પિન્કેશભાઇ દિનેશભાઇ ડાભી બાઇક લઇને શીલી ગામે ગયા હતા. જયાં તેમણે બાઇક ઉપર સવિતાબેન પૂનમભાઇ પરમાર અને તેમની પૌત્રી પ્રિતિબેન રાજેશભાઇ પરમારને બેસાડી ડાકોર નજીક રખિયાલ ગામે જવા નીકળ્યા હતા. બપોરે બાઇક લઇને કાલસર રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે સામેથી પુરપાટ આવતી ખિલખિલાટવાનના ચાલકે બાઇક સાથે અથડાવતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં સવિતાબેન અને તેમની પૌત્રીને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં દાદી-પૌત્રીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. બાઇકચાલક તથા એક મહિલાને શરીરે ગંભીર ઇજા થઇ હતી. બંને ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અકસ્માત બાદ વાનનોચાલક ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ડાકોર પોલીસ સ્થળ પર પહોંચીને મૃત્યુ પામેલ બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી હતી. પોલીસ કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અમદાવાદ રિવરફ્રન્ટમાં એક જ દિવસમાં 4 મૃતદેહ મળતા ખળભળાટ

ProudOfGujarat

કૉમનવેલ્થ ગેમ્સની પૂર્ણાહૂતિ, ભારતે જીત્યા 61 મેડલ, 22 ગોલ્ડ મેડલ.

ProudOfGujarat

લીંબડી નળકાઠામા ધારાસભ્ય ની મુલાકાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!