Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોર ઠાસરા રોડ ઉપર અકસ્માત સર્જાતા આ ૧૨ વ્યક્તિઓ ઘાયલ.

Share

ડાકોરમાં ગઈકાલે લગ્ન પ્રસંગમાં સેવા આપી પરત આવતાં લોકોને અકસ્માત નડતા ૧૨ જેટલા વ્યક્તિઓ નાની મોટી ઇજાઓનો ભોગ બન્યા હતા.

ડાકોર ઠાસરા રોડ ઉપર ગઈકાલે ઢળતી સાંજે લગ્ન પ્રસંગમાંથી આવતા લોકોને અકસ્માત નડયો હતો. અકસ્માતમાં એક ટેમ્પોમાં ૩૦ થી વધુ લોકો સવાર હતા જેમાં 12 લોકોને ઇજા પહોંચતા તાત્કાલિક ધોરણે તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવની વિગત એવી છે કે ગઈકાલે ડાકોર ઠાસરા રોડ ઉપર લગ્ન પ્રસંગમાં સેવા આપી ૩૦ જેટલા લોકો એક ટેમ્પોમાં સવાર થઈને જતા હોય અચાનક જ ટેમ્પોના ચાલકનો સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૨ વ્યક્તિઓને શરીરે નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક જ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવામાં આવી હતી. વધુ સારવાર માટે ગંભીર ઇજાઓ પહોંચેલા લોકોને ખાનગી હોસ્પિટલમાં પણ રિફર કરવામાં આવ્યા હતા. જેમાં ત્રણ લોકોને અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી હોય તેઓ જાણવા મળ્યું છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પ્રા.આ.કે. વેરાકુઈ દ્વારા વિદેશ થી આવેલા ત્રણ વ્યક્તિઓ ને હાથ પર સ્ટેમ્પિંગ કરવા માં આવ્યું.

ProudOfGujarat

ગુજરાતના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમને દેશનો પ્રતિષ્ઠિત “સ્કોચ એવોર્ડ” મળ્યો.

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!