વિશ્વપ્રસિદ્ધ વડતાલધામને આંગણે તારીખ ૧૭/૭/૨૦૨૨થી ૨૧/૮/૨૦૨૨ સુધી ભવ્ય હિંડોળા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડતાલ ગાદીના વર્તમાન પિઠાધિપતિ પ.પૂ. રાકેશપ્રસાદજી મહારાજ, ડો સંત સ્વામી – મુખ્ય કોઠારી વડતાલ, શા. નૌતમ સ્વામી, શા ધર્મપ્રસાદ સ્વામી, શા હરિૐ સ્વામી વગેરે વડિલ સંતોના વરદહસ્તે આ ૩૬ દિવસીય મહોત્સવનું સાંજે ૬ વાગ્યે ફુગ્ગા સાથે ઉદ્ધાટન બેનરો અને શ્રીફળ દ્વારા મંગલ ઉદઘાટન થયું હતું. ઉદઘાટન પૂર્વે આ કાર્યમાં આર્થિક સેવા આપનારા શાસ્ત્રી સ્વામી પૂજ્ય નૌતમ પ્રકાશદાસજીએ હિંડોળા મહિમાની વર્ણવ્યો હતો. ત્યારબાદ પૂજ્ય આચાર્ય મહારાજ
શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી, ભક્તિજીવન સ્વામી, ડૉ.સંત સ્વામી, શ્યામવલ્લભ સ્વામીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યુ હતું. અને રવિવાર અને હિંડોળા ઉત્સવના પ્રારંભનો સંયોગ સર્જાતા મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી.
આ હિંડોળામાં ધર્મ અને રાષ્ટ્રભાવનાના, બંને પાસા ઉપસી રહ્યા છે. અહિં ધર્મની દ્રષ્ટીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ ૨૦૦ વર્ષ પહેલા જે હિંડોળા પર બેસીને ઝુલ્યા હતા તે હિંડોળાના દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી રહી છે. જ્યારે રાષ્ટ્ર ભાવનાના જાગરણના ભાગરુપે આઝાદીના અમૃત મહોત્સવની ઝાંખીઓ પ્રેરણા આપી રહી છે. વડતાલ મંદિર પરિસરમાં હરિમંડપ પાછળની સંપાદિત થયેલી ૨૧૦૦૦ ચો.ફૂટ જગ્યામાં ઊભા કરાયેલા બે વિશાળ મંડપમાં (Dom) આવા પ્રભાવી હિંડોળાના દર્શનાર્થી લોકોના ટોળાઓ આવી રહ્યા છે. સંપ્રદાયનું માહિતીઃ પ્રસારણ સાહિત્ય: વિશાળ ઍલીડી-ટીવી સ્ક્રીન વગેરે છે, એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.
નરેશ ગનવાણી : નડિયાદ