Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ભૂલી ભવાની પાટીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવકોના મોત.

Share

નડિયાદ મહુધા રોડ પર આવેલ ભૂલી ભવાની પાટીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નડિયાદ તરફથી બાઈક પર ત્રણ સવારીમાં આવતા યુવકોએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મહુધા તરફથી આવતી ટ્રકમાં ધડાકાભેર ટકરાતાં બે યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે સ્થાનિક નાગરિકો પાસેથી મળતી વિગતો અનુસાર છીપડી કલેસરથી ત્રણ મિત્રો એક જ બાઈક પર નડિયાદ દવા લેવા સવારે નીકળ્યા હતા. ત્યાંથી તેઓ બપોરે પરત લેસર જવા નીકળ્યા હતા. તે સમયે મહુધા ભૂલી ભવાની પાટીયા નજીક બાઇકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મહુધા તરફથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાયા હતા. જોકે ટ્રક ડ્રાઈવરે બ્રેક મારી રોકવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં ટ્રકની કંડક્ટર સાઈડે બાઈક ભટકાઈ હતી. અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવકો રોડની બાજુના ખેતરની વાડમાં ફેંકાઇ ગયા હતા. ત્યાથી પસાર થતા વાહનચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ સહિત 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ યુવકોને રોડ પર લાવવામાં આવ્યા હતા. જેમાં બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા અને એક યુવકને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મહુધા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વાપીમાં હેરંબા ઇન્ડસ્ટ્રીઝે મેળવેલી સિદ્ધિઓ અને સમાજ ઉપયોગી કાર્યની ખુશીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી

ProudOfGujarat

ભરૂચ : વડોદરા-મુંબઈ એકસપ્રેસ વે નાં અસરગ્રસ્ત ખેડુતો વધુ વળતર મેળવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને કરાઇ રજુઆત..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!