નડિયાદ એજયુકેશન સોસાયટી, સંચાલિત જે.એન્ડ.જે. કોલેજ ઓફ સાયન્સ, નડિયાદ કોલેજીયેટ વુમન ડેવલપમેન્ટ કમિટિ (C,W.D,C,) દ્વારા મહેદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૫૦ થી વધુ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો, જેમાં બહેનો એ વિવિધ લેટેસ્ટ ડિઝાઈનર મહેંદી, બ્રાઈડલ મહેંદી, અરેબીક જેવી અવનવી પેટર્ન ધરાવતી ક્રિએટીવ મહેંદી મૂકેલ અને તેવી મહેંદીનું મૂલ્યાંકન માટે નિર્ણાયક તરીકે હિતેશભાઈ શિક્ષક પ્રા. શાળા, વાલ્લા જેઓની ખાસ ઉપસ્થિતિમાં થયું.
પાંચ વિજેતા થનાર બહેનોએ રોકડ ઈનામ માનનીય આચાર્ય ર્ડા. એ. એમ, પટેલ દ્વારા આપવામાં આવેલ. પ્રથમ વિજેતા પંચાલ દેવાંશી, ધ્વિતીય વિજેતા રાવલ રિધ્ધિ, તૃતીય વિજેતા રોહિત જીનલ, ચતુર્થ વિજેતા પટેલ વૃત્તિ અને પાંચમા વિજેતા વાળંદ રિધ્ધિ આ સ્પર્ધાને સફ્ળતાપૂર્વક સુંદર આયોજન C.W.D.C, ના કન્વીનર ર્ડા, શિલ્પાબેન પંડયા તથા કો.કન્વીનર અમીબેન પુરોહિત અને કોલેજના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ એચ. એમ. પારેખના સહ્યોગથી આયોજન કરવામાં આવ્યું હતું તમામ વિજેતા થનારને આચાર્ય તથા સમગ્ર કોલેજ પરિવાર શુભેચ્છા પાઠવે છે.
નરેશ ગનવાણી : નડિયાદ