Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડીયાદ પાસે કારને એસ.ટી.બસે ટક્કર મારતાં વૃદ્ધનું મોત નીપજયું.

Share

નડિયાદના બિલોદરા શેઢી નદી નજીક એસટીએ આગળ જતી ગાડીને ટકકર મારતાં વૃદ્ધનું ગંભીર ઈજાઓને કારણે મોત નિપજયું હતું. જ્યારે બે વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલ પાસે રહેતા હીરેનભાઈ વાઘાણી તા.૧૩ મી જુલાઈની રાત્રે પોતાના કાકાની કાર લઈને તેમના દાદા કાળાભાઈ થોભણભાઈ ભોઈ, પિતા ગિરધરભાઈ, માતા હેમાબેનને લઈ અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. રાત્રે ગાડી અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદના બિલોદરા શેઢી નદી આગળથી પસાર થઈ રહી હતી. ત્યારે એક એસટી બસે ગાડીને પાછળથી ટક્કર મારી એસટી ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચના ધોબીવાડ અને નાના ખાટકીવાડ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસના દરોડા, ગૌ વંશનું કતલ કરતા બે ઝડપાયા અન્ય એક વોન્ટેડ

ProudOfGujarat

રાજ્ય તલાટી મંડળે તમામ તલાટીઓને સચેત રહી સરકારી તંત્રની સુચનાનો અમલ કરવા આદેશ : બે કરોડ રૂપિયા મંડળ આપશે.

ProudOfGujarat

આપણું આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો અને કોરોના વિશે જાગૃત બનો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!