નડિયાદ: ખેડા જિલ્લા એલ.સી.બી. ની ટીમે બાતમીના આધારે નડિયાદ નજીકના અંધજ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસ ઉપર દરોડો પાડી, ત્યાં જુગાર રમી રહેલા 29 જુગારીઓને ઝડપી પાડી, તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 4 કાર, 32 મોબાઇલ ફોન, બે બાઇક અને 4.90 લાખની રોકડ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
ખેડાના અંધજ ગામના ફાર્મ હાઉસ પર એલસીબીનો દરોડો, 29 જુગારી પકડાયા
એલસીબીના પોલીસ સબ ઇન્સપેક્ટર પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે સમયે બાતમીના આધારે નડિયાદ નજીક અંધજ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસ ઉપર દરોડો કરી, ત્યાં જુગાર રમી રહેલા 29 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી 4 કાર, 32 મોબાઇલ ફોન,બે બાઇક, રોકડા 4.90 લાખ મળી કુલ રૂ. 38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદનો નાસિર ઉર્ફે હાજી શબ્બીર ભાટી મિત્ર અખતર શેખના ફાર્મહાઉસમાં જુગારધામ ચલાવતો હતો. આ જુગારીઓમાં અમદાવાદના વેપારીઓ, જમીન લે-વેચનો ધંધો કરતાં દલાલ, નોકરિયાત, કોન્ટ્રાક્ટરો છે..સૌજન્ય D.B