Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : વડતાલધામમાં નૂતન સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કરાયું.

Share

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ગોમતી કિનારે રૂા.૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિમિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત મહાવિદ્યાલયનું ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિને આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા સંપ્રદાયના વરિષ્ઠ સંતોના વરદ્દહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો તથા અગ્રણી હરિભકતો ઉપસ્થિત રહ્યાં હતા. વડતાલ મંદિરની સંસ્કૃત પાઠશાળા શિરમોર સમી તમામ સુવિધાઓથી સજ્જ બની રહે તેવી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની લાગણી હતી. જે નૂતન સંસ્કૃત પાઠશાળાની સાથે પૂર્ણ થઈ છે.

વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંત સ્વામીએ સંસ્કૃત પાઠશાળાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ વિદ્યાલયની વિશેષતા એ છે કે, તે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન છે.જ્યારે શાસ્ત્રી અને આચાર્ય વર્ગનું જોડાણ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે થયેલું છે. સાથે-સાથે વ્યવસાયલક્ષી કોર્સ જેવા કે ટેમ્પલ મેનેજ્મેન્ટ, જ્યોતિષ, યોગ, વેદ અને કર્મકાંડ વિગેરે ડીપ્લોમા કોર્સને પણ સ્થાન અપાયું છે. આ પાઠશાળાને ધોરણ ૯ થી એમ.એ. સુધીની માન્યતા પ્રદાન છે. વિદ્યાલયમાં વિવિધ વિષયોના ૯ અધ્યાપકો છે. અહીં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ તથા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. નિઃશુલ્ક શિક્ષણ પુરૂ પાડતી ગુજરાતની જ નહીં પણ સંભવતઃ ભારતની એકમાત્ર મહાવિદ્યાલય હશે !

અહીં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને ઈન્ટરનેટ અને વાઈફાઈ સુવિધાનો લાભ મળશે. દરેક કલાસ – વર્ગ સ્માર્ટ અર્થાત્ ડીઝીટલ કલાસ છે. આવા કુલ ૯ ક્લાસ છે અને દરેક કલાસમાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. વિદ્યાર્થીઓ માટે ઈ લાયબ્રેરી સુવિધા ઉપલબ્ધ છે. આધુનિક કોમ્પ્યુટર લેબ છે જેમાં ૪૦ ઓલ ઈન વન સ્ક્રીન કોમ્પ્યુટર છે. ૨૦૦ ચોરસ ફુટનો પ્રાર્થના હોલ છે. જ્યારે વિદ્યાર્થીઓને રહેવા માટે ૩૫ રૂમો છે. ૨૦૦ વિદ્યાર્થીઓ ૫ હજાર ચોરસ ફૂટના વિશાળ ભોજનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ નિત્યસ્વરૂપ સ્વામી – સરધાર, શા.નૌતમપ્રકાશદાસજી, બાલકૃષ્ણ સ્વામી – મેમનગર ગુરૂકુલ, શા.હરિજીવનદાસજી – ચેરમેન ગઢપુર, કો.દેવનંદનદાસજી – ચેરમેન જૂનાગઢ, શા.ધર્મપ્રિયદાસજી (બાપુ સ્વામી), કો .સુખદેવ સ્વામી – ભુજ મંદિર વગેરે સંતો પણ ઉપસ્થિત રહ્યાં હતા. આજરોજ ગુજરાત સરકારના પ્રતનિધિ સ્વરૂપે મંત્રી અર્જુનસિંહજી ચૌહાણે પણ પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. આ ઉદ્ઘાટન સમારંભનું સંપૂર્ણ સંચાલન શ્યામ સ્વામીએ કર્યું હતું.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વાંકલ : ટી.એસ.પી.(ટ્રાયબલ સબપ્લાન માંડવી) 2021/22 અંગેની બેઠક કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ.

ProudOfGujarat

રાજપારડી વિસ્તારની ક્વોરીઓ માંથી ખનીજ વહન કરતી ટ્રકો ભુસ્તર વિભાગે ઝડપી

ProudOfGujarat

અંકલેશ્વર પીરામણ બ્રિજ પાસે રેલવેની લાઈનનો ઓવરહેડ કેબલ તૂટતા ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!