Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના ગાજીપુર વિસ્તારમાં કાચુ મકાન ધરાશાયી, જાનહાનિ ટળી.

Share

નડિયાદ શહેરમાં નવા ગાજીપુરવાડામાં મંગળવારે એક કાચુ મકાન ધરાશાયી થઇ ગયુ હતુ. રવિવાર રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ કેટલાય પરિવારોને પોતાના મકાન છોડીને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. જયારે પાણી થોડા ઓસરતા કેટલાક પરિવારો પોતાના ઘરે પરત ફર્યા હતા. પરંતુ મંગળવારે એક મકાન ધરાશાયી થઇ ગયુ હતુ. સદનસીબે ઘરમાંથી તમામ લોકો બહા૨ નિકળી જતા જાનહાની ટળી હતી.

નડિયાદના ગાજીપુર વિસ્તારમાં આવેલા નિયાઝ નિયાઝ કમિટી નજીક રહેતા શાહીદમિયા અમીરમિયા મલેકનું કાચું મકાન પડી ગયું હતું. જોકે, સદનસીબે અંદર રહેતા લોકો બહાર નીકળી જતા તેમનો બચાવ થયો છે. પરંતુ ઘરવખરી તેમજ અન્ય સરસામાનને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યુ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પાલેજની જાણીતી ફિલિપ્સ કાર્બન કંપનીમાં કામદારોની માંગણી સ્વીકારાતા સમાધાન…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસના ગઢમાં ગાબડું : સુવા ગામના ૧૫૦ જેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

વડોદરા : બોગસ કંપનીઓ ઊભી કરી ઇન્સ્ટન્ટ લોનના નામે 2.64 લાખ આપી 7.29 લાખ વસૂલ્યા, કૌભાંડના માસ્ટર માઇન્ડની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!