નડિયાદમા વરસેલા વરસાદના કારણે શહેરના નવા ગાજીપુર વાડમાં ઘરોમાં વરસાદી પણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત માઈ મંદિર ગરનાળા તરફ કાંસ પરની બે દુકાનો કાંસમા ગરકાવ થઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હોવાનુ જાણવા મળે છે. નડિયાદમાં રવિવારે રાત્રે વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઘોધમાર વરસાદના કારણે શહેરના તમામ ગરનાળાઓ પાણીથી જળબંબાકાર થઈ ગયા છે. જેના કારણે પશ્ચિમ તરફનું વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
નડિયાદમાં વરસેલા વરસાદથી ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે. શહેરના નવા ગાજીપુર વિસ્તારમાં વરસાદના પગલે કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. આ પાણી લોકોના ઘરોમાં પણ ફરી વળ્યા હતાં. જેના કારણે અહીંયા રહેતા પરિવારજનો ઘરવખરી લઈને નજીક આવેલા એપીએમસીના શેડમાં રહેવા આવી ગયા હતા. જોકે આ ભાગ નીચાણમાં હોવાથી અને નજીકમાં તળાવ હોવાથી વરસાદ પડે ત્યારે આવી સ્થિતિ સર્જાય છે. અહીંયા રહેતા લગભગ 100 થી વધુ પરિવારો ચોમાસાની સિઝનમાં મુશ્કેલીમાં મુકાય છે.
નડિયાદમાં ધોધમાર વરસાદના પગલે માઈ મંદિર ગરનાળા તરફ જતા કાંસ પર આવેલી બે દુકાનો કાસમાં ગરકાવ થઈ ગઈ હતી. છેલ્લા 24 કલાકમા સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. 10 મી જુલાઈ રવિવારના સવારે 7 થી સોમવારના સવારે 7 કલાક સુધીનો વરસાતા જોઈએ તો નડિયાદ 143 કઠલાલ 78 M.M, કપડવંજ 36 M.M, ખેડા 97 M.M, ગળતેશ્વર 39 M.M, ઠાસરા 27 M.M, મહુધા 45 M.M, મહેમદાવાદ 135 M.M, માતર 118 M.M અને વર્સો 106 M.M મળી છેલ્લા 24 કલાકમાં 825 M.M નોધાયો છે.
નરેશ ગનવાણી : નડિયાદ