Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડીયાદ પીજ ચોકડી નજીક હાઇવે ઉપર આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

નડીયાદ પીજ ચોકડી નજીક હાઇવે ઉપર આઇસર ટ્રકે બાઇ કને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર દંપતી રોડ પર ફંગોળાતા પતિને માથામાં ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. બાઇક પાછળ બેઠેલ પત્ની પગમાં તથા શરીરના અન્ય ભાગોએ ઇજાઓ પહોંચતાં તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. નડિયાદ પશ્ચિમ પોલીસે આઇસર ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નડિયાદ પીજ રોડ અશોક એવન્યુમાં રહેતા અરવિંદભાઇ ઇશ્વરભાઇ પટેલ તથા તેમના પત્ની રમાબેન પટેલ બાઇક પર પીજ ચોકડીથી પીપલગ તરફ જવા નીકળ્યા હતા. અરવિંદભાઇ બાઇક લઇને પીજ ચોકડી નજીક રીશી પેટ્રોલપંપ સામે હાઇવે ઉપર પસાર થતા હતા. ત્યારે એક આઇસર ચાલકે પોતાની ટ્રક પૂરપાટ હંકારી બાઇકને ટક્કર મારતાં દંપતી રોડ ઉપર ફંગોળાઈ જતા અરવિંદભાઇને ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. બાઇક પાછળ બેઠેલ રમાબેનને ગંભીર ઇજાઓ થતાં બેભાન થઇ જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે મૃતક અરવિંદભાઇના ભત્રીજા જીગ્નેશ રવિન્દ્રભાઇ પટેલની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે આઇસર ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોલીયો રસીકરણ તાલીમ યોજાઈ.

ProudOfGujarat

ભરૂચના મકતમપુર પાટિયા પાસે ફાયરિંગની ઘટનાથી ચકચાર, એક વ્યક્તિને ગોળી વાગતા વડોદરા સારવાર હેઠળ ખસેડાયો

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવની શ્રી ક્રિષ્ના વિદ્યાલય ખાતે ૭ મો ‘વાર્ષિક મહોત્સવ’ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!