Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મોડાસા કપડવંજ રોડ પર ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

નડીયાદનાં મોડાસા કપડવંજ રોડ પર વણઝારીયા પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે વણઝારીયા પાટિયા પાસેથી પસાર થઇ રહેલી એક ટ્રક અને ઇકો કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઇ હતી. જેમાં ઇકો કારના ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યારે અકસ્માતમાં ડુંગળી અને બટાકાની બોરીઓ ભરેલી ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારોના લોકો બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા. ડુંગળી-બટાકા ભરેલી ટ્રક પલ્ટી ખાઇ ગઇ હોવાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

અકસ્માતને કારણે કલાકો સુધી ટ્રાફિકજામ થતા વાહનોની અવરજવરને અસર પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું. ઇકો કારના ચાલક સહિત બે વ્યક્તિને અકસ્માતમાં ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા કપડવંજ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નાંદોદના વડિયા ગામે સ્વચ્છતા માટે 1000થી વધુ ડસ્ટબીન વિતરણ કર્યું. 

ProudOfGujarat

ભરૂચ ન કોટ વિસ્તાર માં આવેલ ફિરદોસ એપાર્ટમેન ના ત્રીજા માળે રૂમ માં થયેલ હત્યા મામલે પોલીસ ને મોટી સફળતા મળી હતી….ડો.અને કમ્પાઉન્ડર ઝડપાયો ….

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એક સપ્તાહમાં 30,000 થી વધુ લોકોને રજીસ્ટર કર્યા અને રસી આપી,આ પ્રક્રિયામાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું નવું ટાઇટલ સ્થાપિત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!