આદરણીય પ્રમુખ સી. કે. પટેલ અને આંતરરાષ્ટ્રીય કન્વીનર પૌરસ પટેલની અઘ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિશ્વમાં વસતા ગુજરાતીઓને નાત જાતના વડા મૂકી સામાજિક સમસ્યાના ઉકેલ લાવવા એક જૂથ થવા આહવાન કર્યું હતું.
આજે વિશ્વ ગુજરાતી સમાજમાં આજે પ્રકાશભાઈ વરમોરા, વરમોરા ગ્રુપ સાથે સાથે શામલભાઈ પટેલ, અમુલ ફેડરેશનના ચેરમેન, શંકર સિંહ રાણા, ચેરમેન મધુર ડેરી, સાગર પટેલ, ગાયક કલાકાર, સૌમિલ પુરોહિત, SPG ગ્રુપના પૂર્વીન પટેલ, ડૉ. રાજેન્દ્ર પંડ્યા, આરીફ મીર,સંજય પ્રજાપતિ,જેવા લોકો આજે વિશ્વ ગુજરાતી સમાજમાં જોડાયા હતા. અને આ સમયે પ્રમુખ સી.કે.પટેલે જણાવ્યું હતું કે ગુજરાતીનો ડંકો દેશ અને વિદેશમાં વાગ્યો છે. અને હજુ વધુ મજબૂત બને તે માટે આજના યુવાનોને આગળ આવી દેશ સેવામાં જંપલાવ અને ભારત દેશ વિશ્વ ગુરુ બને તે માટે વિશ્વમાં વસતા દરેક ગુજરાતીને આહવાન કર્યું અને વિશ્વ ગુજરાતી સમાજ ભારત માતા વિશ્વ ગુરુ બને તે માટે ગુજરાતીને યોગદાન આપવા જણાવ્યું હતું. ત્યારબાદ વિશ્વ ગુજરાતી સમાજના સભ્યો ડાકોર મંદિરમાં કાળીયા ઠાકોરને ધ્વજા ચડાવી અને ગુજરાત અને ભારત નું નામ વિશ્વમાં રોશન થાય તેવી પ્રાર્થના કરી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ