ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પીપળાતા ગામમાં અરુણ કુમાર શાહ ૨૦૧૯ થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ પ્રાકૃતિક ખેતીમાં તેઓને માર્ગદર્શન રાઈસ રિસર્ચ સેન્ટર ખેડા દ્વારા મળ્યું છે. આજે અરુણ કુમાર શાહ પોતાના અડધા ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જેનું તેમને ખુબ સારું પરિણામ મળ્યું છે. પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવતા અરુણકુમાર કહે કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતા ધાન, અનાજ, કઠોળમાં વધુ પોષક તત્વો હોય છે. પ્રાકૃતિક ખેતી તે ઉત્તમ પ્રકારનું આનાજ આપે છે, જેની સરખામણીમાં યુરિયાવાળી ખેતીથી જમીન બિનઉપજાઉ બને છે, પર્યાવરણને નુકસાન વધુ થાય છે.
૬૯ વર્ષની ઉમરના અરુણ કુમાર શાહ ખેતીમાં જ્યારથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે ત્યારથી તેમની આવક બમણી થઇ છે. અરુણકુમાર પ્રાકૃતિક ખેતીમાં ગાયને અનિવાર્ય ગણે છે. અને લોકોને ગાય આધારિત ખેતી તરફ વાળવાનો સંદેશો આપે છે.અરુણકુમાર શાહ પ્રાકૃતિક ખેતીમાં મુખ્યત્વે ઘઉં, ચોખા, ચણા વગેરેની ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીમાં અરુણ ભાઈ ૫ પ્રકારના ડાંગરની ખેતી કરે છે. સુભાષ-પારિકર પદ્ધતિ મુજબ જીવામૃત, નિમાસ્ત્ર જેવા પ્રાકૃતિક જંતુનાશક રસાયણનો ઉપયોગ કરે છે જેમાં ગૌમૂત્ર, લીંબડાના પાન, છાણની રાખ વાપરવામા આવે છે. પ્રાકૃતિક ખેતીમાં અગ્નિઅસ્ત્ર પદ્ધતિ દ્વારા ફૂગજન્ય રોગોનું નિવારણ લાવવામાં આવે છે.
નરેશ ગનવાણી : નડિયાદ