ડાકોરનાં ગોમતી તળાવ નજીક રમી રહેલો એક બાળક આકસ્મિક રીતે તળાવમાં પડી જતા ભારે દોડધામ મચી હતી. જોકે, આ બાળકને તરત બચાવી લેવામાં આવ્યો હતો.
આ બાળક મૂળ દાહોદનો વતની હોય તેના માતા-પિતા ડાકોરમાં યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી ચાલતી સફાઈ કામગીરીમાં ફરજ બજાવતા હોય, પ્રિયાંશ હિંમતભાઈ સાહડે ઉં.વ. દોઢ વર્ષનો બાળક ડાકોર ગોમતી તળાવ નજીક રમતો હતો. આ દરમિયાન બાળકનો પગ લપસી જતા ગોમતીના પાણીમાં ડુબ્યો હતો. આ બનાવની જાણ થતાં તુરંત જ સ્થાનિકોએ દોઢ વર્ષના પ્રિયાંશને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આસપાસના સ્થાનિકોએ ભારે જહેમત બાદ બાળકને બચાવી ખાનગી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી. ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ પ્રિયાંશની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને લઇ તેના માતા-પિતાના જીવ અદ્ધર થઈ ગયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ