Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડામાં એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે નાં મોત, એક ઇજાગ્રસ્ત.

Share

ખેડા-મહેમદાવાદ રોડ ઉપર આવેલ મૂક્તજીવન ગૌશાળા નજીક ગુરૂવાર સાંજે એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનાવમાં એકનુ બનાવ સ્થળે જ્યારે અન્ય ઇસમનુ હોસ્પિટલમાં મૃત્યુ નિપજયુ હતુ. જ્યારે ત્રીજો યુવક ગંભીર ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો છે.

આ બનાવ અંગે સ્થાનિક નાગરિકો પાસેથી મળતી વિગતો અનુસાર મુક્તજીવન ગૌશાળા પાસે ઓવરટેક કરવા જતા એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા કુલ ત્રણ વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બાઇકની પાછળ બેઠેલા ઇશ્વરભાઇ ખોડાભાઇ ભોઇને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મૃત્યુ નિપજયુ હતુ. જ્યારે એક્ટિવા ચાલક મહંમદજૈદ સલીમ વહોરાનું હોસ્પિટલ સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતુ. તેમજ બાઇક ચાલક ગોપાલ જશુભાઇ ભોઇને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વિરોલ ગામના મૃતક ઇશ્વરભાઇ અને ગોપાલ માટેલ ખોડિયાર માતાજીના બીજના દર્શન કરવા માટે જતા હતા ત્યારે મહંમદજૈદ વ્હોરા ટયુશનમાં જતા અકસ્માત સર્જાતા મોત થયુ હતુ. આ બનાવ અંગે ખેડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સુરતમાં અનોખી રક્ષાબંધન : સાંસદ દર્શના જરદોશે ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને રાખડી બાંધી

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લાનાં મહિલા તબીબ સહિત ઝઘડીયા તાલુકામાં આજે ચાર કોરોના પોઝિટિવ કેસ જણાયા.

ProudOfGujarat

અંકલેશ્વરની હિમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બે દિવસ પહેલા લાગેલી આગમાં વધુ એક કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!