Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મહુધાના ડડુંસર ગામના તળાવમાં બે મિત્રોના ડૂબી જવાથી મોત.

Share

નડિયાદ મહુધા તાલુકાના ડડુંસર ગામમાં બપોરના સમયે મિત્રો ભેગા મળી ગામના તળાવમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે એક મિત્ર ઊંડા પાણીમાં ડૂબતા બીજો મિત્ર તેને બચાવવા જતાં તે પણ ડૂબવા લાગ્યો હતો. જે અંગે બાકીના મિત્રો ગામમાં બધાને જાણ કરવા ગયા હતા. જોકે તે દરમિયાન બંને મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા. જેમને બે કલાકની જહેમત બાદ ગામના તરવૈયાએ શોધી કાઢી મહુધા સરકારી દવાખાનામાં પી.એમ માટે ખસેડાયા હતા.

મહુધા તાલુકાના ડડુસર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતાં અસગર નબીભાઈ મલેક, સમીર નબીભાઈ મલેક તેમના બીજા મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયા હતા. ત્યારે અસગર મલેક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો ત્યારે સમીર મલેક તેણે બચાવવા જતા તે પણ ઊંડા પાણીમાં ગરકાવ થતા મિત્રોને ડૂબતા જોઈ બાકીના બે મિત્રોએ ગામમાં તેમને બચાવવા માટે લોકોને જાણ કરી હતી. આ વાતની જાણ મહુધા પોલીસ અને મામલતદારને થતા તે બંને પણ તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા તે દરમિયાન ગામના તરવૈયાઓએ બે કલાકની જહેમત બાદ તે બંનેની લાશ બહાર કાઢી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચમાં ‘રેવા અરણ્ય’ પ્રોજેક્ટ અંતર્ગત હજારો પક્ષીઓનું બનશે આશ્રય સ્થાન …

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ના પાલેજ ખાતે એક દુકાન માં આગ ફાટી નીકળતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહિ

ProudOfGujarat

ભરૂચ : ઝધડિયા પોલીસ સ્ટેશનનાં ચોરીનાં ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!