નડિયાદ ડિવિઝનમાં પાંચ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ કબજે કર્યો હતો. આ દારૂનો આજે બુધવારે નાશ કરવામાં આવ્યો છે. પોલીસે કોર્ટની પૂર્વ મંજૂરી લઈ નડિયાદ ડિવિઝનના નડિયાદ ટાઉન, રૂરલ, પશ્ચિમ, ચકલાસી અને વસો પોલીસ મથકના ગુનાનો પકડાયેલા 3 કરોડના ઉપરાંતના વિદેશી દારૂનો આજે નાશ કર્યો છે.
નડિયાદ પાસેના પીજ ચોકડી હાઈવેના સર્વિસ રોડ પર આ દારૂના જથ્થાનો નાશ કરાયો છે. આ કામગીરી દરમિયાન ડીવાયએસપી વી.આર. બાજપાઈ તથા એસડીએમ અને નશાબંધી અધિકારી ખાસ હાજર રહ્યા હતા. 3 કરોડ 37 લાખના દારૂનો નાશ કરાયો ડીવાયએસપી વી.આર. બાજપાઈએ જણાવ્યું હતું કે વર્ષ 2018 થી વર્ષ 2022 સુધીના પ્રોહીબીશનના 376 જેટલા ગુનાનો 3 કરોડ 37 લાખના મુદ્દામાલના દારૂને પોલીસે નાશ કરવાની કામગીરી હાથ ધરી છે. કોર્ટની મંજૂરી મળતા જ આ કાર્યવાહી આજે હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ