નડીયાદના ૭૫ જેટલા અધિકર્મચારીઓએ ઈપ્કોવાલા હોલથી સંતરામ મંદિર સુધી મશાલ રેલી કાઢી હતી. ૭૫ મા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી અનુસંધાને રા.અ.પો.દળ, જૂથ-૭, આજની યુવા પેઢીમાં દેશભક્તિની લાગણી ફેલાય, દેશની આઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોની ગાથાઓ જનતા સુધી પહોંચે તે હેતુથી મશાલ રેલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ તહેવાર આપણને આપણી છુપાયેલી શક્તિઓને ફરીથી ઉજાગર કરવા માટે પ્રોત્સાહીત કરે છે અને રાષ્ટ્રોના સમુહમાં આપણું યોગ્ય સ્થાન પાછુ મેળવવા માટેનો પ્રમાણિક પ્રયત્ન છે. આ મહોત્સવ એ ભારતની પ્રગતિશીલ સામાજીક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક ઓળખનું એક સ્વરૂપ છે. જે સ્વાતંત્ર્ય સેનાઓના યોગદાનને દર્શાવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ ઉત્સવ એ છેલ્લા ૭૫ વર્ષમાં ભારતે કરેલી ઝડપી પ્રગતિ અને ઉન્નતિની અનુભૂતિનો તહેવાર છે. આ કાર્યક્રમમાં રા.અ.પો.દળના ડી.વાય. એસ.પી યાદવ સહિત અન્ય પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ