આગામી પહેલી જુલાઈના રોજ પવિત્ર અષાઢી બીજના દિવસે રાજ્યભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે. ખુબ જ ધામધુમથી આ રથયાત્રા નિયત કરેલા રૂટ પર નીકળનાર છે. ખેડા જિલ્લામાં સૌથી મોટી રથયાત્રા યાત્રાધામ ડાકોરમા નીકળશે. આ સિવાય જિલ્લાના 6 જગ્યાએથી નાની મોટી રથયાત્રા નીકળનાર છે.
જિલ્લામાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ આ દિવસે ખડે પગે વિવિધ વિસ્તારોમાં રહેશે. આગામી રથયાત્રા અનુસંધાને અત્રેના જીલ્લાના ડાકોર, નડીયાદ, મહુધા, કપડવંજ, મહેમદાવાદ, કઠલાલ તથા માતર ખાતે રથયાત્રાની ઉજવણી કરવામાં આવનાર છે જે રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની જનમેદની ઉપસ્થિત રહેનાર હોય, જે રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ અધિકારી/કર્મચારીઓનો બંદોબસ્ત અર્થે ઉપયોગ કરવામાં આવનાર છે. તેમજ ગુજરાત સરકારના VISWAS PROJECT_અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ સીસીટીવી કેમેરાના માધ્યમથી નડીયાદ શહેર તથા ડાકોર યાત્રાધામ ખાતે રથયાત્રાનુ લાઇવ મોનીટરીંગ કરવામાં આવનાર છે. તેમજ ગુજરાત સરકારના નવીન પ્રોજેક્ટ BODYWORN CAMERA ના માધ્યમથી સૌપ્રથમ વાર રથયાત્રાનુ લાઇવ મોનીટરીંગ કરવામાં આવનાર હોય, જે રથયાત્રામાં શ્રધ્ધાળુઓ તરીકે સામેલ થતા કેટલાક અસમાજીક તત્વો ભીડ-ભાડનો લાભ લઇ પાકીટ ચોરી કે ચેઇન સ્નેચીંગના ગુના તથા અન્ય કિસ્સાઓમાં અસામાજીક તત્વો વિરૂધ્ધ ત્વરીત કાર્યવાહી કરી શકાશે.
નરેશ ગનવાણી : નડિયાદ