Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : એક્સપ્રેસ હાઈવે પર દારૂ ભરેલ ટ્રકને અકસ્માત નડયો.

Share

નડિયાદના મહેમદાવાદ પાસે વડોદરાથી અમદાવાદ તરફ જતી આઈસર ટ્રક આગળ જતાં કોઈ વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે આઇસર ટ્રકના આગળના ભાગનો સંપૂર્ણ લોચો વળી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં આઇસર ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ સંદર્ભે મહેમદાવાદ પોલીસે જણાવ્યું હતું દારૂનો જથ્થો પરમીટવાળો કે પરમીટ વગરનો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે આઈસર ટ્રકમાંથી દારૂનો જથ્થો મળી આવતાં મહેમદાવાદ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. વધુમાં આ આઇસર ટ્રકને એટલું બધુ નુકસાન પહોચ્યું છે કે પાછળ ભરેલો દારૂના જથ્થાની અમુક બોટલો પણ તૂટી ગઈ હતી. હાલ દારૂની ગણતરી ચાલુ છે. સંપૂર્ણ દારૂનો જથ્થો તથા આઇસર કબજે કરી પોલીસે ફરિયાદ નોંધવાની કામગીરી આરંભી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ ‘એ’ ડિવિઝન સર્વેલન્સ ટીમે વિદેશી દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં જુગારિયા પર પોલીસનો સપાટો રૂ.1,35,750 ના મુદ્દામાલ સાથે 6 ની ધરપકડ

ProudOfGujarat

રાજપીપલા રંગનગર સોસાયટીમા ઘરે ઘરે માસ્ક વગર દૂધ આપવા આવતા સુપર સ્પ્રેડર બનેલા બે દુધવાળાને પોલીસે માસ્ક વગર રંગે હાથે પકડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!