નડિયાદ શહેરના ઉતરસંડા રોડ ઉપર આવેલ દેવમોટેલ નજીક અરમાન ગ્રીન સોસાયટીના મકાન નંબર 12 મા રહેતા સોનલબેન ફાલ્ગુનભાઈ મિસ્ત્રી પોતે સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. જ્યારે ફાલ્ગુનભાઈ પોતે અમદાવાદ AMC માં નોકરી કરે છે. ફાલ્ગુનભાઈ ત્યાં જ રહેતા હતા અને રજાઓના સમયમાં તેઓ પોતાની પત્નીને મળવા નડિયાદ આવતા જતા હતાં. શની-રવિની રજા હોવાથી ફાલ્ગુનભાઈ નડિયાદ પોતાના મકાને આવ્યા હતા અને વડોદરા મૂકામે રહેતા દોસ્તને મળવા પોતાની પત્ની સાથે વડોદરા ગયા હતા. આ દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાના તાળા તોડી તસ્કરોએ મકાનના પ્રવેશ કર્યો હતો. બેડરૂમ તથા ગેસ્ટરૂમમા મૂકેલ તીજોરીના તાળા તોડી તેમાંથી રોકડ રૂપિયા અને સોના, ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા.
રવિવારે સાંજે સોનલબેન અને ફાલ્ગુનભાઈ બન્ને પરત નડિયાદ પોતાના ઘરે આવતાં ઘરના મુખ્ય દરવાજા ખુલ્લો જોતા તેઓ ચોંકી ગયા હતા. ઘરનો સામાન વેરવિખેર જોઈ ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તપાસ કરતા મકાનમાંથી રોકડ રૂપિયા અને સોના, ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.80 લાખનો મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે સોનલબેન મિસ્ત્રીએ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
નરેશ ગનવાણી : નડિયાદ