માતર સર્કલ પો.ઇન્સ એમ.એમ.લાલીવાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ.અસારી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં નીકળી હતી તે સમયે બાતમી હકીકત મળેલ કે માતર પોલીસ સ્ટેશનના વણસર ગામની સીમમાં આવેલ લખાની ફાર્મમા આવેલ મકાનમાં કેટલાક ઇસમો બહારથી માણસો આવી તીન પત્તીનો જુગાર રમી રમાડે છે અને હાલમા આ પ્રવૃતિ ચાલુ છે જે બાતમી હકીકત આધારે સદર જગ્યાએ સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગે રેઇડ કરતા સ્થળ ઉપરથી કુલ આઠ ઇસમોને પકડી લીધેલ છે.
(૧) સાજીદ મુસ્તાકઅહેમદ જોધપુરવાલા રહે.ભોગલીની પોળ,તાજપુર,પાંચપીપલી જમાલપુર,અમદાવાદ (2) ઇમરાનભાઇ યાસીનભાઇ ગફુરજીવાલા (છીપા) રહે છીપાવાડ,નવી મસ્જીદ જમાલપુર,અમદાવાદ શહેર (૩) સાદ હાજીમહંમદ સમશીર રહે.નવીમાદ,વાસીવાલા જાવ જમાલપુર,અમદાવાદ શહેર (૪) મહંમદસલીમ ફરીદભાઇ નવાસેરવાલા રહે.નવી મસ્જીદ,લાંબીશેરી,જમાલપુર,અમદાવાદ શહેર (૫) ઇબ્રહિમભાઇ રિંછડીવાલા રહે તાજપુર,નવી મસ્જીદની સામે, ન ૨/૪૧,જમાલપુર,અમદાવાદ (૬) અસ્ફાકઅહેમદ જાહિદહુશેન અલ્લાવાલા રહે.શુકુન સોસાયટી,મ.નં ૩૮,વેજલપુર, અમદાવાદ શહેર (૭) જાકીરહુશેન મહંમદશરીફ રંગરેજ રહે.આસ્ટોડીયા, ગલી નંબર,ર, જમાલપુર,અમદાવાદ શહેર (૮) વસીમ ઝાહીદહુશેન અલ્લાવાલા રહે.શકુન સોસોયટી, બી.૩૮, જુહાપુરા,વેજલપુર, અમદાવાદ શહેર. તેઓની અંગ ઝડતીમાંથી તથા દાવ ઉપરથી મળેલ રોકડા રૂા.૭૧,૩૦૦/- તથા જુગાર રમવાના સાધનો તથા નવ મોબાઇલ ફોન તથા એક વેગનઆર ગાડી તથા એક સીએનજી રિક્ષા મળી કુલ રૂા.૨,૮૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી માતર પોલીસ કરી રહી છે.
નરેશ ગનવાણી : નડિયાદ