તારીખ ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ દેશમાં કટોકટી લાદીને કોંગ્રેસ શાસન દ્વારા લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું એના સંદર્ભમાં “કટોકટીનો કાળો દિવસ” ગણીને આજે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા પરિવાર દ્વારા નડીઆદ શહેરમાં ધરણાનો કાર્યક્રમ રામજી મંદિરની બાજુમાં, સંતરામ મંદિર સામે રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસ તારો કાળો કહેર કેમ ભુલાય કેમ ભુલાય, લોકશાહીનો કાળો દિવસ કેમ ભૂલાય કેમ ભુલાય ના નારા સાથે ધરણા કરાયા હતા.
આ ધરણા કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી જ્હાનવીબેન વ્યાસ, ખેડા જિલ્લા મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી વિકાસભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, શહેર પ્રમુખ હિરેનભાઈ દેસાઈ, મહામંત્રી તેજસભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના સર્વે હોદ્દેદારો સ્કૂલ બોર્ડના સભ્યો કારોબારી સભ્યો અને કાર્યકરો આ ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ