અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર નડિયાદ નજીક ડાકોર એકઝીટ પાસે ત્રણ ઇસમોએ એક ટ્રક ચાલકને તથા સાહેદને ચપ્પુ બતાવી ઇજાઓ કરી પાકિટમાં મુકેલ રૂ. ૧૯,૦૦૦/- તથા સાહેદનો મોબાઇલ ફોન લઈ લુંટ કરી નાસી ગયેલ છે જે બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો કલમ ૩૯૪, ૩૪ મુજબનો ગુનો રજી. થયેલ હોય જેથી સદર ગુનાના આરોપીઓને શોધી કાઢવા પોલીસ સર્વેલન્સ પો.સબ.ઇન્સ જે.એસ.ચંપાવત તથા સ્ટાફના માણસોએ સદર આરોપીઓની તપાસ કરાવવા સારુ પોકેટકોપ મોબાઇલનો ઉપયોગ કરી અગાઉ આ પ્રકારની એમ. ઓ થી બનેલ લુંટના ગુનાઓની વિગતો મેળવતા જેમાંથી શકમંદ લાગતા ઇસમોના ફોટા આ કામના ફરીયાદીને બતાવતા ફરીયાદી એ અગાઉ બાવળા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ આરોપી હમીર ઉર્ફે બોડો સન/ઓ રમેશભાઇ કાળુભાઇ ઓડ(હાડા) નાને શકમંદ તરીકે ઓળખી બતાવતા સદર આરોપીને શોધવા સર્વેલન્સ સ્કોડૅની અલગ અલગ ટીમ બનાવી શોધખોળ કરતા સદર આરોપી હાલમાં અમદાવાદ પીરાણા પાસે આવેલ પાલડી ગામમાં રહેતો હોવાની હકીક્ત મળતા આરોપીના ઘરે જઇ તપાસ કરતા આરોપી સાથે બીજો એક ઇસમ કિરણભાઈ દશરથભાઇ ઓડ રહે. ગામ રામોલ, મલેક ટ્રેડર્સમાં અમદાવાદનો હાજર મળી આવેલ જે બંને ઇસમોની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લાવી યુતિ પ્રયુતિથી ગુના સબંધે પુછપરછ કરતા ઉપરોકત બંને ઇસમો તથા પાલડી ખાતે રહેતો સરવણભાઇ રમેશભાઇ ઓડ મળી ત્રણેય જણાએ આ ગુનો કરેલ હોવાની કબુલાત કરેલ છે અને આ બાબતે આગળની વધુ તપાસ ચાલુ છે.
નરેશ ગનવાણી : નડિયાદ